અમરેલી જિલ્લામાં મિલ્કત સંબંધીત તથા સાયબર ક્રાઇમ સંબંધીત ગુનાઓના આરોપીઓને પકડી પાડવા તેમજ સાયબર પ્રિવેન્શન તથા અવેરનેસ ફેલાવવા પોલીસ તરફથી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે કે હાલમાં, વોટ્સએપમાં એક બાજુમાં દર્શાવ્યા મુજબની RunLve AI નામની એપ્લીકેશનની લિંક અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવે છે. અને એપ ડાઉનલોડ કરાવવામાં આવે છે. ત્યારબાદ બાજુમાં દર્શાવ્યા મુજબના RunLve AI intelligence નામના વોટ્સએપ ગૃપમાં એડ કરવામાં આવે છે. ત્યારબાદ બાજુમાં દર્શાવ્યા મુજબના વિવિધ ટાસ્ક પુરા કરવાનું કહેવામાં આવે છે. જેમાં વધારેમાં વધારે લોકોને જોઇનીંગ કરાવવાનું કહી ઉંચા વળતરની લાલચ આપવામાં આવે છે. આ ઉપરાંત લોકોના રીચાર્જ કરાવવાનું કહી વધારે વળતરની લાલચ આપવામાં આવે છે. તેમજ લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે, ટુંકાગાળામાં વધારે વળતરની લાલચ આપી છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવે છે. આમ, સાયબર અપરાધીઓ, લોકોને વિવિધ રજીસ્ટ્રેશન બોનસ, રીચાર્જ બોનસ, ઇન્વેસ્ટમેન્ટ કમિશન વગેરેના નામે ઉંચા વળતરની લાલચ આપી સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવે છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા, હાલમાં વોટ્સએપમાં લિંક મોકલી RunLve AI નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં રોકાણ કરવાથી, ટુંકા ગાળામાં વધારે વળતરની લાલચ આપી સાયબર ફ્રોડ આચરતી ઠગ ટોળકીથી સાવધાન રહેવા જણાવવામાં આવે છે.