અમરેલી જિલ્લામાં નદી, ચેકડેમ, તળાવ અને જળાશયોના તળિયા દેખાતા ખેડૂતોને પોતાની જમીનમાં ફળદ્રુપતા વધારવા માટે અને જમીન સમતલ કરવા માટે માટી, મોરમ, ટાંચ ઉપડવાની મંજૂરી મળતા જળ સંગ્રહ વધારવા સાથે ખેતી માટે ઉપયોગી યોજના સુજલામ સુફલામ અંતર્ગત છૂટ આપવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતોએ સ્વખર્ચે તળાવો, નદીઓ ઉંડા કરીને માટી ઉપાડી છે ત્યારે ખેડૂતોને બંને બાજુ ફાયદો થયો છે. આ મંજૂરીની મુદત તારીખ તા.૩૧/૦૫ના રોજ પૂર્ણ થતી હોય હજુ વરસાદ શરૂઆત થયો ન હોવાથી આ મુદત લંબાવવામાં આવે તો હજુ ખેડૂતો માટી, મોરમ, ટાંચ પોતાના ખેતરમાં નાખી જમીન સુધારણા કરી શકે તેમ છે જેથી માટી ઉપાડવાની મુદ્દત વધારવામાં આવે તેવી પૂર્વ મંત્રી બાવકુંભાઈ ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને સિંચાઈમંત્રીને રજૂઆત કરાઈ છે.