અમરેલી જિલ્લામાં આજરોજ ૧૧ તાલુકા મથકે ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે મત ગણતરી થાય તે પૂર્વે ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોના ટોળા મત ગણતરી સ્થળે ઉમટી પડ્યા હતા. મત ગણતરીમાં અધિકારીઓ હાજર હોવા છતાં લોકો કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો કરી કોરોના અને ઓમિક્રોનને આમંત્રણ આપતા હોય, તેવા દૃશ્યો જાવા મળ્યા હતા.