અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, અંતર્ગત ખાસ ઝુંબેશ અંગે નાગરિકોને જાણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવો, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ,www.voterprotal.eci.gov.in, www.nvsp.in પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકાશે. ખાસ બાબત છે કે, મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત નવેમ્બર-૨૦૨૪ માસની, તા.૨૩-શનિવાર, તા.૨૪-રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સંબંધિત વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.