અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી રહ્યું છે. જિલ્લામાં તમામ સંસ્થાઓ સાથે બેઠક કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જા કે ચૂંટણીને માત્ર પાંચ દિવસ બાકી હોય ત્યારે અમરેલીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતદાન કેન્દ્ર નજીક ચાર કે તેથી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહી. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક પર ૧૦૦ મીટરની ત્રિજ્યામાં સફેદ પટ્ટા લગાડવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસ રહ્યા છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમરેલી લોકસભા સીટ પર ૭ મેના રોજ મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણીને હવે પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાન મથકની ૧૦૦ મીટર ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ લોકોનું ટોળું એકત્રિત થઈ શકશે નહી. ત્યારે અમરેલીમાં મતદાન કેન્દ્રની ૧૦૦ મીટર ત્રિજ્યામાં સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ૪ કે તેથી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહી.