અમરેલી જિલ્લામાં ભીમ અગિયારસ પર વિવિધ જગ્યાએથી ૨૩ શકુની ઝડપાયા હતા. દામનગરમાંથી પાંચ ઈસમો રોકડા ૧૦,૫૨૦ સાથે, લાઠીના સુવાગઢ ગામેથી ચાર ઈસમો રોકડા ૧૧,૨૦૦ સાથે, જાફરાબાદમાં ચાર શખ્સો રોકડા ૧૪૨૦ સાથે, ખીચરી ગામમાં નદીમાં ગધેચા ઘુના પાસેથી છ ઈસમો રોકડા ૧૦,૪૦૦ સાથે ઝડપાયા હતા. રોહીસા ગામેથી ચાર ઇસમો રોકડા ૧૮૨૦, ચલાલા જીઈબી પાસે ખળાવડની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી છ ઈસમો રોકડા ૧૧,૯૩૦ સાથે, ચલાલા ધારી રોડ રેલવે ફાટક પાસેથી ૯ ઈસમો રોકડા ૧૨,૭૭૦ સાથે, મોટા જીંજુ઼ડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ ઈસમો રોકડા ૧૩,૪૦૦ સાથે, નવાગામ (જાંબુડા)ની સીમમાંથી ૧૨ શખ્સો રોકડા ૧૬,૩૩૦ સાથે પકડાયા હતા. પીઠવડી ગામેથી સાત ઈસમો રોકડા ૩૪,૯૭૦ સાથે પકડાયા હતા, જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. કરિયાણા ગામે દેરડ જવાના રસ્તે શિતળાઈમા વાળી સીમમાંથી ૧૩ શખ્સો રોકડા ૨૦,૫૯૦ સાથે પકડાયા હતા. સાવરકુંડલામાં મહુવા રોડ રાજધાની હોટલ પાસે ચાર શખ્સો રોકડા ૧૦,૨૯૦ સાથે મળ્યા હતા. સાવરકુંડલામાંથી બે શખ્સો રોકડા ૧૦,૧૧૦ સાથે ઝડપાયા હતા, જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ સિવાય સાવરકુંડલામાંથી છ ઈસમો રોકડા ૧૧,૩૬૦ સાથે પકડાયા હતા. અનિડા વાળાની વાદળીયા હનુમાનજીની સીમ તરીકે ઓળખાતી વાડી/ખેતરે આવતા તેની ઓરડીની બાજુમાં નાઇટ લેમ્પના અજવાળે જાહેરમાં જુગાર રમતાં ૧૨ ઈસમો ૩,૭૦,૫૯૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ડેડાણ ગામે મફતપરા વિસ્તારમાં આવેલ ધનજીભાઇ રસાભાઇ મકવાણાના રહેણાંક મકાન પાસે જાહેર જગ્યામાં ૫ ઈસમો રોકડા ૧૩,૩૦૦ સાથે પકડાયા હતા, જ્યારે ૯ શખ્સો ભાગી ગયા હતા. સરકારી પીપળવા ગામે પીપળવા ગામની ગળધરા નામે ઓળખાતી સીમે જાહેર જગ્યામાંથી સાત ઈસમો રોકડા ૧૧,૨૦૦ સાથે પકડાયા હતા. અડતાળા ગામે બીડ નામની સીમમાં રાજુભાઇ ગીરધરભાઇ ગોઠડીયાની વાડીના શેઢા પાસે લાઇટના અજવાળે જાહેર જગ્યામાં જુગાર રમતાં ચાર ઈસમો ૧૭,૪૨૦ સાથે પકડાયા હતા, જ્યારે અન્ય ઈસમો નાસી ગયા હતા. હરસુપર દેવળીયા ગામે વાસમાં ચામુંડા માતાજીના મંદિર પાસે શેરીમાં ૯ ઈસમો રોકડા ૧૧,૨૩૦ સાથે પકડાયા હતા.