અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા સસ્તાનું મરામત કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં શરુ છે. અમરેલી-કુંકાવાવને જોડતા રસ્તા પર આસ્ફાલ્ટ પેચવર્ક દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનારને જોડતા રોડ પર આસ્ફાલ્ટ અને મેટલ પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સોનારિયા ગ્રામ્ય વિસ્તાર રોડ, બાબરા-વાસાવડ રોડ, રાજુલા બાયપાસ રોડ તેમ જ હિંડોરણા જંકશન, ચારનાળા-જાફરાબાદને જોડતા રસ્તા પર મેટલ પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.