અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૧૪ લીટર દેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. અમરેલી કુંકાવાવ જકાતનાકા સુળિયા ટીંબા પાસેથી એક મહિલાના રહેણાંક મકાને ૧૦ લીટર તથા દામનગરમાં સીતારામનગરમાંથી મહિલાના મકાનના ફળિયામાંથી ૪ લીટર મળી કુલ ૧૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. રાજુલામાંથી ૨, લોઠપુર, ટોડા, ધુંધવાણા, લીલીયામાંથી ૧-૧ મળી કુલ ૬ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.