અમરેલી જિલ્લામાં બે લોકોએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. અમરેલી શહેરમાં રહેતા દેવકુબેન પરમાર (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેના પતિ જગાભાઈ વેરશીભાઈ પરમાર (ઉ.વ.૪૫)ની માનસિક સ્થિતિ સારી ન હોવાથી ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા. જાફરાબાદના ભાકોદર ગામે રહેતા મનોજભાઈ નાગેશ્વર ચૌધરી (ઉ.વ.૧૮)એ જાહેર કર્યા મુજબ, સંતોષ નાગેશ્વર ચૌધરી (ઉ.વ.૨૦)ને માથાનો અસહ્ય દુઃખાવો થતો હતો. જેથી માથાના દુઃખાવાથી કંટાળી ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યો હતો. દામનગરમાં રહેતી પ્રૌઢાએ આગચંપી કર્યા બાદ સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.