અમરેલી જિલ્લામાં એક જ દિવસે અકસ્માતે મોતની કુલ પાંચ ઘટના નોંધાઈ હતી. જેમાં બે મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. લાઠીના નારાયણનગરમાં રહેતા અફસાનાબેન યુનુસભાઈ ખોખરે જાહેર કર્યા મુજબ, તબસ્સુમબેન આસીફભાઈ ખોખરની દીકરી બીમાર રહેતી હતી. તેને લોહીના ટકા ઘટી જતા હતા તેથી ચિંતાના કારણે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મોત થયું હતું.
મૂળ શિયાળબેટના અને હાલ રાજુલામાં રહેતા ચંદ્રેશભાઈ વિક્રમભાઈ બારૈયાએ જાહેર કર્યા મુજબ, તેમના માતા નાનીબેન વિક્રમભાઈ બારૈયા કોઈપણ કારણોસર પોતાની મેળે ઘરના રૂમમાં વાયરથી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા.
બાબરાના ગમા પીપળીયા ગામે રહેતા મધુભાઈ વાઘેલાએ જાહેર કર્યા મુજબ, તેમની દીકરીએ કોઈ કારણોસર પોતાની મેળે ઘરે એસિડ પી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.
ગીરીયા ગામે રહેતા કરશનભાઈ ડાભીએ જાહેર કર્યા મુજબ, સાગર ડાભીએ અગમ્ય કારણોસર એસિડ પી જતાં સારવાર દરમિયાન મોત થયું છે. અન્ય એક ઘટનામાં મૂળ રાજસ્થાનના અજમેરના ટોડગઢના અને હાલ કેરાળા (વિરડીયા) ગામે રહેતા મનમોહનસિંહ મદનસિંહ રાજપુત (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, અર્જુનસિંહ લુમસિંહ રાજપુત (ઉ.વ.૪૦) ટ્રેકટરની ટ્રોલીમાં વાડીએ માલ ભરતી વખતે ટ્રોલીમાંથી નીચે પડી જતાં ગંભીર ઈજા થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મોત થયું હતું.