અમરેલી જિલ્લામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫–૨૬નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો કુલ ૧૩ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. વકૃત્વ, નિબંધ, ચિત્રકલા, લોકગીત, ભજન, લોકનૃત્ય સહિતની સ્પર્ધાઓ “અ”, “બ” અને “ખુલ્લા” વિભાગોમાં યોજાશે. ભાગ લેવા ઇચ્છુક સંસ્થાઓ અને શાળાઓએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી ખાતે જમા કરાવવા રહેશે. વિગતવાર કાર્યક્રમ સંસ્થાઓને બાદમાં જણાવાશે. વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પર સંપર્ક કરી શકાય.