અમરેલી જિલ્લામાં છેલ્લાં ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જેના કારણે ગરમીએ માથું ઉંચક્યુ હતુ. ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે આજે જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ધારી પંથકમાં વરસાદી ઝાંપટા પડ્યા હોવાના વાવડ મળી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં આજે ત્રણ તાલુકાઓને બાદ કરતા અન્ય તાલુકાઓ કોરા ધાકડ રહ્યાં હતા.રાજુલા પંથકમાં વરસાદ પડ્યો હતો તો જાફરાબાદના નાગેશ્રીમાં પણ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે મોલાતને ફાયદો થયો છે. વરસાદી ઝંપટાને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા હતા.