અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા “પોલીસ સંભારણા દિવસ – ૨૧ ઓક્ટોબર” અન્વયે ૧૬ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન જિલ્લાભરના પોલીસ સ્ટેશનો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાંભા પોલીસ સ્ટેશન, વડીયા પોલીસ સ્ટેશન, બગસરા પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન, ડુંગર પોલીસ સ્ટેશન તથા નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ધારી, ચલાલા, અમરેલી રૂરલ સહિતના પોલીસ સ્ટેશનો ખાતે આજે અંતિમ દિવસે કેમ્પ યોજાશે. જિલ્લા પોલીસે નાગરિકો, સંસ્થાઓ અને આગેવાનોને રક્તદાન અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું છે.







































