અમરેલી જિલ્લામાં પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપતાં મકાન માલિકો સામે તંત્રએ લાલ આંખ કરી હતી.ભાડા કરાર કે પોલીસને માહિતી આપ્યા વગર મિલકત ભાડે આપનારા ૧૬ મકાન માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરનામાના ભંગ બદલ પોલીસે આ કાર્યવાહી કરી હતી.