અગાઉ પોલીસના નામથી લુખ્ખાઓ ડરતા જ્યારે આજે પોલીસ મથકની બહાર જ કોલર ઉંચા રાખતા હોવાની રીલ્સ બનાવતો વીડિયો વાયરલ
અમરેલી જિલ્લામાં પોલીસતંત્રની ધાક ન હોવાને પગલે ગુનેગારો અને અસામાજિક ત¥વોની હિંમત વધી રહી છે, જેથી સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે પણ ધક્કા થઈ રહ્યા છે. વર્ષોથી ઊઠતી પોલીસ ફરિયાદ ન લેવાની વાત હવે સાબિત થઈ ચૂકી છે. નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહિ એની દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોઈ, ગુનેગારો અને અસામાજિક ત¥વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવે છે. વિસાવદરની એક યુવતીનો પરિવાર પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાથી કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યો છે. લોકોની રજૂઆતને પગલે રાજય સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે પોલીસ ફરિયાદ લેતી નથી. અધિક ગૃહ સચિવ એમ.કે.દાસે આ અંગે તમામ એસપી અને પોલીસ કમિશનરને લખેલા પત્રમાં લખ્યું છે કે ફરિયાદ નોંધો-તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી પરંતુ અધિક ગૃહ સચિવના આદેશને પણ અમરેલી જિલ્લાના અધિકારીઓ ઘોળીને પી ગયા છે. વિસાવદર ગામે રહેતા એક વિપ્ર પરિવારની દીકરીને જસવંતગઢ ગામે રહેતો એક યુવક ભગાડીને લઈ ગયા બાદ જસવંતગઢ ગામના તલાટીએ બીજીવાર લગ્ન કરાવી આપ્યા હતા જેમાં ઘણો સમય થયો હોવા છતાં ફરિયાદ નોંધાઈ નથી. દામનગરમાં પણ લુખ્ખાઓએ એક યુવકને મરણતોલ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારે પોલીસ લુખ્ખાઓની સરભરા કરવાને બદલે ગણતરીના સમયમાં જામીન પર છોડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પોલીસની આબરૂનું લુખ્ખાઓએ ચીરહરણ કર્યુ હતું. પોલીસ સ્ટેશનની બહાર જ અસામાજિક તત્વો જાણે કોઈ મોટુ કામ કર્યું હોય તેમ કોલર ઉંચા કરી દામનગર પોલીસ સ્ટેશનની બહાર નીકળતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. અધુરામાં પુરૂ હોય તેમ લુખ્ખાઓ દારૂ પીતા હોય તેવા વીડિયો વાયરલ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે જયારે જિલ્લાની પોલીસ મૂક તમાશો જાઈ રહી છે. થોડા સમય પહેલા અમરેલીના ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં બે બાળકોને ૮ શખ્સોએ મળી ઢોરમાર માર્યો હતો. બાળક પર હુમલાના વીડિયો જાહેર થયા બાદ પોલીસે કોઈ નક્કર કામગીરી કરી નહોતી તો બગસરામાં પણ ભાજપ કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા બાદ તેમને ર૪ કલાક લોકઅપમાં રાખવાને બદલે થોડા સમયમાં જ છોડી મુકવામાં આવ્યા હતા. આમ, જિલ્લાની પોલીસ હવે લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેને સાચવી રહી હોય તેમ લાગી રહ્યું છે.
અસામાજિક તત્વો સામે કાર્યવાહીનું સુરસુરીયું
જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. ડીજીપીએ અસમાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના પર તૂટી પડવાનો આદેશ કરવામાં આવતા અમરેલી જિલ્લાની પોલીસને ‘કમને’ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. થોડા સમય સુધી માત્ર વીજચોરોને પકડી સારી કામગીરીનો સંતોષ વ્યકત કર્યો હતો. જા કે હવે છેલ્લાં ઘણા દિવસોથી આ કામગીરીને બ્રેક લાગતા જાણે અસામાજિક તત્વોને ફરી પોલીસે લીલીઝંડી આપી હોય તેમ જિલ્લામાં કાળો કહેર વર્તાવી રહ્યાં છે.
અસામાજિક તત્વોના જાહેરમાં સરઘસ કેમ નહી?
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે પરંતુ ગૃહ રાજયમંત્રીનો આદેશ અમરેલી જિલ્લાને બાદ કરતો હોય તેવું લાગી રહ્યુ છે. અન્ય જિલ્લાઓમાં લુખ્ખાઓના સરઘસ નીકળે છે પરંતુ અમરેલી જિલ્લામાં લુખ્ખાઓના વીડિયો જાહેર થયા બાદ તેની સામે કડક કાર્યવાહી કરવાને બદલે થોડા સમયમાં છોડી મુકવામાં આવે છે. જાહેરમાં લુખ્ખાઓના સરઘસ કાઢવામાં પોલીસને કોની શરમ નડે છે તેવો જિલ્લાનો નાગરિક પોલીસને સવાલ કરી રહ્યો છે.
પોલીસ લુખ્ખાઓને છાવરતી હોવાના આક્ષેપ
ગુજરાત પોલીસનું એક સુત્ર છે પોલીસ પ્રજાનો મિત્ર પરંતુ છેલ્લાં ઘણા સમયથી અમરેલી જિલ્લામાં આ સુત્ર જાણે પોલીસ પ્રજાનો મિત્ર નહી પરંતુ લુખ્ખાઓને છાવરતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. જે રીતે લુખ્ખાઓ બેફામ બની સામાન્ય નાગરિકોને મરણતોલ માર મારી રહ્યાં છે તેમાં લુખ્ખાઓને પોલીસના છુપા આશીર્વાદ હોય તેવું લાગી રહ્યુ છે. લુખ્ખાઓ સામાન્ય નાગરિકોને માથામાં, હાથ-પગમાં ઈજા પહોંચાડે છે. ગરીબ પરિવારનો આધાર હોસ્પિટલના બિછાને હોય તેમને ન્યાય આપવાને બદલે લુખ્ખાઓ પોલીસ સ્ટેશનની બહાર કોલર ઉંચા કરી ફરતા હોવાથી સામાન્ય નાગરિક પણ દંગ રહી ગયા છે.
હાથમાં બંદૂક રાખતા હોવાની રીલ્સ સામે કાર્યવાહી તો દારૂ પીતા હોય તેવા વીડિયો સામે કેમ નહી?
પોલીસ દ્વારા કોઈ વ્યક્તિ હાથમાં બંદૂક રાખી સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરે તો તરત જ કાર્યવાહી કરવામાં આવે છે જયારે લુખ્ખાઓ પોલીસ સ્ટેશનની બહાર જ કોલર ઉંચા કરી નીકળે અને દારૂ પીતા હોય તેવો વીડિયો વાયરલ કરે તેની સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે.
અમરેલી શહેરમાં નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી શહેરીજનોની માંગ
થોડા દિવસ પહેલા અમરેલી શહેરની મધ્યમાં આવેલા ફોરવર્ડ સ્કૂલનાં ગ્રાઉન્ડમાં એક સગીર બાળકને માર મારવાની ઘટના બની હતી. આ ગ્રાઉન્ડમાં રાત્રીનાં સમયે અંધારૂં હોવાથી મોટાભાગનાં અસામાજીક તત્વો અહીં બેસતા હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી શહેર પોલીસે રાત્રીનાં સમયે રોડ પર ચક્કર મારવાની સાથે આવી અવાવરૂં જગ્યાએ પણ જાવું જાઈએ અને જા કોઈ આવી પ્રવૃત્તિ કરતા હોય તો તેની સામે કાર્યવાહી કરવી જાઈએ તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.
સગીરને માર મારવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ: એસ.પી. ખરાત
અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલમાં સગીરને ૮ શખ્સોએ ઢોરમાર માર્યો હતો જેથી આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, આ કેસમાં ૮ આરોપી સામેલ છે જેમાંના કેટલાક આરોપીઓ સગીર વયના છે. પોલીસે તાત્કાલિક બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યાં છે.
જરૂરી દસ્તાવેજાની તપાસ ન કરવા બદલ જશવંતગઢના તલાટીમંત્રી સામે કાર્યવાહીની માંગ
વિસાવદરની વિપ્ર પરિવારની યુવતીને જસવંતગઢ ગામનો યુવાન ભગાડી ગયા બાદ બોગસ દસ્તાવેજના આધારે યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જા કે લગ્ન કરનાર યુવકના અગાઉ અન્યત્ર લગ્ન થઈ ગયા હોવાની માહિતી મળી છે અને દસ્તાવેજમાં પણ છેડછાડ કરવામાં આવી છે. જસવંતગઢ ગામે લગ્નના કિસ્સામાં તલાટી મંત્રી સામે પણ તપાસ થવી જાઈએ તેવી યુવતીના પિતાએ પોલીસમાં અરજી પણ કરી છે. તલાટીમંત્રી સામે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પણ યોગ્ય તપાસ કરે તે માટે યુવતીના પિતાએ માંગ કરી છે. અધિકારીઓ તલાટીમંત્રી સામે કેવી કાર્યવાહી કરે છે તે જાવાનું રહ્યું.










































