અમરેલી જિલ્લામાં કાર્યરત પીસી-પીએનડીટી વિભાગ દ્વારા ૧૪ માર્ચના રોજ પીસી- પીએનડીટી એકટ-૧૯૯૪ અંતર્ગત રજીસ્ટર્ડ ડોકટરોના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી તથા અશ્વિનભાઈ સાવલીયા તથા અશ્વિનભાઈ કુંજડીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ડો.આર.આર.વૈદ્ય દ્વારા એકટ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. વિવિધ કલમ અને જોગવાઇઓ વિશે ડોકટરોને જાણકારી આપવામાં આવી હતી. આ તકે ડો.જી.જે.ગજેરાએ જણાવેલ કે બિનઅધિકૃત ડોકટરો દ્વારા જો સ્ત્રી ભૃણ પરિક્ષણ કરવામાં આવતુ હોય તો દ્વિમટીના ધ્યાને લાવો જેથી જિલ્લામાં થતી આવી બિનઅધિકૃત પ્રવૃત્તિઓ અટકાવી શકાય.