અમરેલી, તા.૧૯
અમરેલી જિલ્લામાં પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલીનો ફરીથી ગંજીપો ચીપાયો છે. જેમાં અમરેલી એસપી દ્વારા ચૂંટણી પહેલા પણ પીએસઆઈની બદલી કરવામાં આવી હતી. હવે અમરેલીના રાજુલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.બી. લક્કડ જેઓ પહેલા અમરેલીમાં જ હતા. તેમને ફરીથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.જયારે આર.જી. ચૌહાણને પણ અમરેલીથી બદલી ખાંભામાં ફરજ પર મુકાયા છે. ઉપરાંત જાફરાબાદમાં ફરજ બજાવતા એમ.ડી. ગોહિલને રાજુલાના ડુંગર પોલીસ મથકે ફરજ પર મુકવામાં આવ્યા છે.