રાજ્યની બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નવનિયુક્ત શિક્ષકોને અમરેલી ખાતે નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં નિમણૂક પામેલા ૬૯ શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. નિમણૂક મેળવનાર તમામ શિક્ષકોને બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર, સંસ્કારોના સિંચન સાથે વિદ્યાર્થીઓના સમગ્ર ઘડતર સાથે સફળતા પ્રાપ્ત થાય તે માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શૈક્ષણિક ગુણવત્તા વધારવાના સંકલ્પ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અગાઉ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૫૬ શિક્ષકોને અમરેલી ખાતે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમરેલી જિલ્લા શિક્ષાધિકારી એમ.બી. ગોહિલ, સંચાલક મંડળ પ્રમુખ અરૂણભાઇ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઇ મહેતા, ઉચ્ચત્તર માધ્યમિક સંઘના પ્રમુખ તુલસીભાઇ મકવાણા સહિતના હાજર રહ્યાં હતા.