અમરેલી જિલ્લામાં અખાત્રીજના પાવન પર્વ પર તા.૩ને મંગળવારના રોજ પરશુરામ જયંતી ઉજવવા માટે ભૂદેવોમાં અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે. અમરેલીમાં તા.રના રોજ રાત્રીના સમયે ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ પરશુરામ મંદિરના નિર્માણમાં સહયોગ આપનારાઓનું સન્માન પણ કરવામાં આવશે. પરશુરામ જયંતીએ સાંજના પાંચ વાગ્યા પછી નાગનાથ મંદિર ખાતેથી શોભાયાત્રા નિકળશે જે શહેરના વિવિધ માર્ગો પરથી નિકળી પરશુરામ મંદિરે સમાપન થશે. બગસરામાં જેતપુર રોડ પર આવેલા પરશુરામ મંદિરે સવારે ૮ઃ૩૦ કલાકે પરશુરામજીનું પૂજન અને સવારે ૯ઃ૦૦ કલાકે શોભાયાત્રા નિકળશે સાથોસાથ બ્રહ્મચોર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. બાબરા, સાવરકુંડલા, રાજુલા સહિતના શહેરોમાં પણ પરશુરામ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.