અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે, જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી નશાની હાલતમાં ફરતા ૨૨ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્પેશિયલ ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન, પોલીસને વિવિધ સ્થળોએથી નશાની હાલતમાં વાહન ચલાવતા, જાહેરમાં લથડિયા ખાતા ઈસમો મળી આવ્યા હતા. આ
સિવાય ત્રણ મહિલા સહિત ૨૮ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે પાંચ ઈસમો નશામાં વાહન ચલાવતાં પકડાયા હતા.