અમરેલી જિલ્લામાં શિયાળાની જમાવટ સાથે નશાખોરોની સંખ્યા પણ વધી રહી છે. જિલ્લામાંથી સતત બીજા દિવસે ૮૦ શરાબી પોલીસ ઝપટે ચડ્‌યા હતા. બાબરકોટ, બલાણા, રોહિસા, બગસરા, દુધાળા ચેક પોસ્ટ, ધારી, મજાદર ગામના પાટીયા, જોલાપર ગામના પાટીયા, સાવરકુંડલા, ખડાધાર ચેક પોસ્ટ, લાઠી, વિરપુર, ટોડા, ટીંબી ચેક પોસ્ટ, જાફરાબાદ, ચલાલા ખાંભા રોડ, વડિયા, મોટી કુંકાવાવ, મોટા જીંજુડા, વંડા, બાબરા, ભેરાઈ, રાજુલા, દામનગર, અમરેલી સહિતની જગ્યાએ કેફી પીણું પીને લથડિયા ખાતાં ૮૦ લોકોને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જિલ્લામાં બે મહિલા સહિત છ લોકો પાસેથી નવ લિટર દેશી દારૂ મળ્યો હતો.