અમરેલી જિલ્લામાં નવરાત્રિની રમઝટ બરોબરની ચાલી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા છે. ઇશ્વરીયા ગામમાં ગરબે રમતા નજરે પડ્યા હતા. ઇશ્વરીયા ગામ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું વતન છે.
પોતાના વતનમાં રૂપાલા તબલા અને મંજીરાના તાલ પર ગરબે રમતા નજરે પડ્યા હતા. અમરેલી પાસે આવેલા ઇશ્વરીયા ગામમાં પરસોત્તમ રૂપાલાએ ગરબે રમવાની તક ઝડપી લીધી હતી. ગુજરાતમાં ઘણા મંત્રીઓ નવરાત્રિ દરમિયાન ગરબે ઘૂમતા નજરે પડ્યા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગરબે ઘૂમતા નજરે પડે છે. તેઓ દર વખતે નવરાÂત્રમાં ગરબે રમતા અને ગરબે ઘૂમતા નજરે પડે છે. આ બતાવે છે કે ભૂતપૂર્વ મંત્રી હોય કે સામાન્ય માનવી હોય પણ માતા અંબાની પૂજાનો થનગનાટ જ એવો છે કે કોઈના પણ પગ થરક્યા વગર ન રહે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીની હાજરીથી ગામવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ તો સોનામાં સુગંધ ભળી છે. રૂપાલા પણ તેમના જૂના મિત્રોને મળ્યા હતા અને તેમની સંગત માણી હતી. જૂના મિત્રો પણ તેમને જાઈને ખુશ થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે લાંબા સમયે તેમને મળીને ખૂબ આનંદ થયો. રુપાલાજીનો સ્વભાવ અને લહેકો તથા તેમની બોલવાની છટા અને તેમનો ભાવ હજી પણ એવાને એવા જ છે. તેમણે તેમનો આગવો મિજાજ ગુમાવ્યો નથી.
તેમા પણ ગરબે ઘૂમીને તેમણે તેમના આ આગવા મિજાજની પ્રતીતિ પણ કરાવી દીધી હતી. રૂપાલાએ પણ જણાવ્યું હતું કે મા અંબાની આરાધના કરો ત્યારે કોઈ બીજા વિચાર જ આવતો નથી. મન આખુ ભÂક્તમાં લીન થઈ જાય છે.