અમરેલી જિલ્લામાં નરેગા યોજનાના કામો શરૂ કરવા માટે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નિતિનભાઈ ત્રિવેદીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લો પછાત જિલ્લો હોય અને લોકોને પુરતી રોજગારી પણ મળતી ન હોય ત્યારે ગરીબ લોકોને રોજગારી મેળવવા માટે અન્ય જિલ્લાઓમાં રોજીરોટી માટે જવુ પડે છે. જિલ્લામાં બેકારી વધે તે પહેલા નરેગા યોજના તાકિદે શરૂ કરવામાં આવે તે જરૂરી છે. નરેગા યોજનામાં ૧૦૦ દિવસ રોજગારી આપવાની હોય છે પરંતુ ૧પ જૂનથી ચોમાસુ બેસી જતુ હોય તો ૧૦૦ દિવસની રોજગારી પુરી થઈ શકે તે માટે તાત્કાલિક જિલ્લામાં નરેગા યોજના શરૂ કરવામાં આવે તેવી અંતમાં રજૂઆત કરી છે.