ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામ પછી માર્કશીટનું વિતરણ કરવામાં આવેલ છે. પરંતુ અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઇ મહેતાએ બોર્ડના પરીક્ષા સચિવને રજૂઆત કરી હતી કે, માર્કશીટનું વિતરણ સ્થળ પરથી કરવામાં આવેલ છે પરંતુ ઘણી શાળાના પેકેટમાંથી એક-બે માર્કશીટ મળેલ નથી, જેનાં કારણે શાળાને અને વાલીઓને મુશ્કેલી ઊભી થઇ છે. આ બાબતની સત્વરે ગંભીર નોંધ લઇ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને શાળાને માર્કશીટ મળે તે અંગેની વ્યવસ્થા કરવામાં આવે.










































