અમરેલી જિલ્લામાં બે જગ્યાથી દારૂ પકડાયો હતો. ચલાલા-સાવરકુંડલા રોડ ઉપર આવતા આશરે ચાર કિ.મી. દુર કેરાળા-ઇંગોરાળા ગામની વાડી વિસ્તાર બેઠા પુલ પાસેથી બાઈક લઈને પસાર થતાં યુવકોને અટકાવી તલાશી લેતાં એક લીટર દેશી દારૂ, બિયરનું ટીન મળ્યું હતું. પોલીસે બાઈક સહિત ૧૦,૪૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. દાફડા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલા ગુરુકુળ રોડ પર કોલેજના પટ્ટામાં એક યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ત્રણ મહિલા સહિત ૧૭ ઈસમો પાસે પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય જિલ્લામાં વિવિધ સ્થળેથી ૨૦ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં મળી આવ્યા હતા.








































