અમરેલી જિલ્લામાં દેશી દારૂ બનાવતા ર૯ ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જાફરાબાદમાંથી અશોકભાઈ નાગરભાઈ બારૈયા પાસેથી બે લીટર દેશી દારૂ, સાવરકુંડલાના ઠવી ગામેથી સંજયભાઈ ભયલાભાઈ પરમાર પાસેથી ૩ લીટર દેશી દારૂ, લાઠીના નારાયણનગર ગામે વિલાસબેન રણજીભાઈ ધોળકીયા પાસેથી ૩ લીટર દેશી દારૂ, લાઠીના ધામેલ ગામે અજુભાઈ શેરાભાઈ વાઘેલા પાસેથી ૩ લીટર દેશી દારૂ, દામનગરમાં હકુબેન મનુભાઈ ચારોલા પાસેથી બે લીટર દેશી દારૂ, લાઠીના સરકારી પીપળવા ગામે લક્ષ્મણભાઈ નાનુભાઈ ચારોલીયા પાસેથી બે લીટર દેશી દારૂ, જાફરાબાદના એભલવડ ગામે પ્રાગજીભાઈ કેશુભાઈ ડાબસરા પાસેથી બે લીટર દેશી દારૂ, જાફરાબાદના વડલી ગામે કેશુભાઈ કાનાભાઈ વાળા પાસેથી બે લીટર દેશી દારૂ, રાજુલાના સમઢીયાળા ગામે ભગવાનભાઈ ખોડાભાઈ ચૌહાણ પાસેથી બે લીટર દેશી દારૂ, બગસરાના મુંજીયાસર ગામે કિશોરભાઈ ધારશીભાઈ માથાસુળીયા પાસેથી બે લીટર દેશી દારૂ, અમરેલીના બગસરામાં મેહુલ ઉર્ફે ટેમ્પો વલ્લભભાઈ સીસણાદા પાસેથી બે લીટર દેશી દારૂ, લીલીયા મોટાના લોકી ગામે વિજયભાઈ વિનુભાઈ બલોલીયા પાસેથી બે લીટર દેશી દારૂ, લીલીયાના ગુંદરણ ગામે રાજુભાઈ કાળુભાઈ ચૌહાણ પાસેથી બે લીટર દેશી દારૂ, ધારીના હિમખીમડીપરા ગામે લાલાભાઈ દિલીપભાઈ બારૈયા પાસેથી ૪ લીટર દેશી દારૂ, રાજુલામાં કનુભાઈ રાવતભાઈ ધાખડા પાસેથી ૪ લીટર દેશી દારૂ, ચલાલામાં હૈદરભાઈ ગુલુભાઈ સંધી પાસેથી ૩ લીટર દેશી દારૂ, ખાંભાના સાળવા ગામે હનુભાઈ બાલુભાઈ સોલંકી પાસેથી ૭ લીટર દેશી દારૂ, ખાંભાના મોટા સમઢીયાળા ગામે ચૌથીબેન સુરાભાઈ ચારોલીયા પાસેથી પાંચ લીટર દેશી દારૂ, અમરેલીના નવા માલકનેશ ગામે પ્રતાપભાઈ જગુભાઈ બોરીચા પાસેથી ૭ લીટર દેશી દારૂ, જાફરાબાદના શિયાળબેટમાં નરેશભાઈ રાજુભાઈ બારૈયા પાસેથી બે લીટર દેશી દારૂ, સાવરકુંડલાના ગોરડકા ગામે હંસાબેન કીશોરભાઈ પરમાર પાસેથી પાંચ લીટર દેશી દારૂ, સાવરકુંડલામાં મગનભાઈ કાળુભાઈ મોલાડીયા પાસેથી ૪ લીટર દેશી દારૂ, ચંપાબેન અજયભાઈ વાઘેલા પાસેથી ૪ લીટર દેશી દારૂ, અમરેલીમાં જીતુભાઈ ભીમાભાઈ પરમાર પાસેથી પાંચ લીટર દેશી દારૂ, હંસાબેન ભીમાભાઈ પરમાર પાસેથી પાંચ લીટર દેશી દારૂ, અમરેલીમાં એસટી ડિવિઝન પાછળ મેરામભાઈ કનુભાઈ વાળા પાસેથી પાંચ લીટર દેશી દારૂ, અમરેલી સિવિલ હોÂસ્પટલ પાસે કસ્તુરીબેન સાગરભાઈ સોલંકી પાસેથી પાંચ લીટર દેશી દારૂ, અમરેલીના જેસીંગપરામાં કિરણબેન મનિષભાઈ જીંજુવાડીયા પાસેથી પાંચ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે આ તમામ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.










































