અમરેલી જિલ્લામાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. દારૂના ધંધાર્થીઓ પર પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે છે છતાં દારૂના ધંધાર્થીઓ બિન્દાસ્તપણે બેરોકટોક પોતાનો દારૂનો ધંધો કરે છે. જાફરાબાદના મીતીયાળા ગામેથી ભાવેશ ભીમા કવાડના કબજામાંથી
એક લીટર દેશી દારૂ, મોટા માણસા ગામે રોહિત રમેશ વાઘેલાના કબજામાંથી ૭ લીટર દેશી દારૂ, એભલવડ ગામે ભુપતભાઈ અમરૂભાઈ વરૂ પાસેથી પાંચ લીટર દેશી દારૂ, સાવરકુંડલાના પીઠવડી ગામે ઘનશ્યામ દેવરાજ મોઢવાડીયા પાસેથી ૭ લીટર દેશી દારૂ,
રાજુલામાં રાજુ શંભુ પરમાર પાસેથી ૩ લીટર દેશી દારૂ, અશોક અમરાભાઈ કવાડ પાસેથી બે લીટર દેશી દારૂ, બગસરાના માણેકવાડા ગામે રાકેશ જસાભાઈ વાળા પાસેથી બે લીટર દેશી દારૂ, અમરેલીમાંથી દેવકુબેન જગદીશભાઈ પરમાર નામની મહિલાના કબજામાંથી ૧૦ લીટર દેશી દારૂ અને સીકંદર જલુભાઈ સોલંકીના કબજામાંથી ૧૦ લીટર દેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે આ તમામ દારૂના ધંધાર્થીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.