૧૩ ડિસેમ્બરે કાશી વિશ્વનાથ મહાદેવનો કોરીડોર લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં કૌશીક વેકરીયાની આગેવાની નીચે ર૦ મંડલોમાં અને અમરેલી જિલ્લાના ઇશ્વરીયા મહાદેવ, કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, અંટાળીયા મહાદેવ, નાગનાથ મહાદેવ, રિધ્ધીશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ સહિત જિલ્લાભરના ગામોના શિવાલયમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લાભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.