અમરેલી જિલ્લામાં જુદા-જુદા તાલુકામાં ત્રણ લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. દામનગરના રાભડા ગામે રહેતી સગીરાને તેની માતાએ વાડીએ નિંદવા બાબતે ઠપકો આપતા સગીરાને લાગી આવતા ઝેરી દવા પી લેતા અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયારે ધારીના સરસીયા ગામે રહેતી પારુલબેન પ્રવિણભાઈ સોંદરવાની દીકરી ઉના તાલુકાના મોઠા ગામે હોય તે દીકરીને મળવા જતા તેને મળવા ન દેતા મનમાં ઉંડા વિચારો આવી જતા ઘરમાં પડેલ ફિનાઈલનું ઢાંકણુ પી જતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જાફરાબાદના રોહીસા ગામના પ્રકાશ જીવાભાઈ વાઘેલાને ઘણા સમયથી કમરનો દુઃખાવો હોય તે સહન થતો ન હોવાથી કંટાળી જંતુનાશક દવા પોતાની મેળે પી જતા બેહોશ અવસ્થામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.