ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લામાં તા. ૨૮.૧૦.૨૦૨૫થી ૦૩.૧૧.૨૦૨૫ સુધી તૈયારી, છાપકામ અને તાલીમ કાર્યક્રમ યોજાશે. જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૦૪.૧૧.૨૦૨૫થી તા.૦૪.૧૨.૨૦૨૫ દરમિયાન ગણતરી કરવામાં આવશે. તા.૦૪.૧૨.૨૦૨૫ સુધીમાં મતદાન મથકોનું રેશનલાઇઝેશન-રીએરેન્જમેન્ટ કરવામાં આવશે. તા.૦૫.૧૨.૨૦૨૫ થી તા. ૦૮.૧૨.૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદી તૈયારી કરવામાં આવશે. મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધી તા.૦૯.૧૨.૨૦૨૫ના રોજ થશે. આ મતદારયાદી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.૦૯.૧૨.૨૦૨૫થી તા.૦૮.૦૧.૨૦૨૬ સુધી રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત નોટિસ ઈશ્યુ કરવાનો, સુનાવણી અને ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા-વાંધા અરજીના નિકાલ કરવાનો સમયગાળો તા.૯.૧૨.૨૦૨૫થી તા.૩૧.૦૧.૨૦૨૬ સુધીનો રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધી તા.૦૭.૦૨.૨૦૨૬ શનિવારના રોજ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.







































