રાજયમાં ઠંડીમાં ઘટાડો થતા અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો ઉંચકાયો હતો. જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ કર્યા બાદ બપોરના સમયે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો સડસડાટ ઉંચો ચડતા ૧પ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયુ હતુ.