રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરવા માટે ખેડૂતોને જાણ કરી હોવા છતાં ખેડૂતોમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે નિરૂત્સાહ જાવા મળી રહ્યો છે. દિવાળીના વેકેશન બાદ તંત્ર દ્વારા ૧પ દિવસમાં મગફળીની ટેકાના ભાવથી ખરીદી માટે પ૦૦૦ કરતા વધારે ખેડૂતોને એસએમએસથી જાણ કરી હતી પરંતુ માત્ર ૩૦૦ની આસપાસ જ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા જયારે ૪પ૦૦ કરતા વધારે ખેડૂતોએ મગફળી ખુલ્લા બજારમાં વેચી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી જિલ્લામાં રૂ.૧૧૧૦ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ૧૮૦૧૭ જેટલા ખેડૂતોએ મગફળી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તંત્ર દ્વારા લાભપાંચમના દિવસથી અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, ટીંબી, લાઠીમાં ખરીદી સેન્ટર ચાલુ કરવામાં આવ્યા હતા. હાલ માર્કેટીંગ યાર્ડમાં વેકેશન ખુલી ગયું તેને ૧પ દિવસ જેટલો સમય વિતી ગયો છે પરંતુ હજુ પણ ખેડૂતો મગફળી વેચવા માટે નિરૂત્સાહ દેખાઈ રહ્યાં છે. પુરવઠા નિગમમાંથી જાણવા મળતી માહિતી મુજબ દિવસમાં ૯ સેન્ટરમાં ૯૦૦ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કરવા માટે બોલાવવામાં આવે છે પરંતુ ખેડૂતો મગફળી વેચવા માટે આવતા નથી. જિલ્લામાં એક ખેડૂત પાસેથી રપ૦૦ કિલો મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં ૩૦૪ કરતા વધારે ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે જેમાં ૪૧ થી વધુ ખેડૂતોને રૂ.૪પ લાખ કરતા વધારે રકમની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.