અમરેલી જિલ્લામાં સિંચાઇ સમિતિ અંતર્ગત જળસમૃધ્ધિ માટે રૂ.૪.૮૯ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. આ યોજનાના માધ્યમથી પાણીના સ્તર ઉંચા આવે અને પાણીનો યોગ્ય સંગ્રહ થઇ શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ યોજના અંતર્ગત ચેકડેમ, તલાવડી, જૂના બંધાયેલા ચેકડેમ અને પ્રોટેક્શન વોલ સહિતના કામો માટે રાજ્ય સરકાર તરફથી કામો મંજૂર કરવામાં આવ્યાં છે. આ માટે સાંસદ નારણભાઇ કાછડીયા, કૌશીકભાઇ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિ.પં. સિંચાઇ સમિતિના ચેરમેન કાળુભાઇ ફીંડોળીયા દ્વારા સિંચાઇ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરાઇ હતી.