આ વર્ષે કોરોના નબળો પડતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણની કામગીરીને ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષે આરોગ્ય કર્મચારીઓને અડધા દિવસની રજા મળી હતી પરંતુ આ વર્ષે તા.૪થી ૭ નવેમ્બર સુધી કોરોના રસીકરણની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે જિલ્લામાં ૭ર હજાર કરતા વધુ લોકોએ કોરોના રસીકરણનો બીજા ડોઝ લીધો નથી તો રપ હજાર કરતા વધારે લોકોએ તો પ્રથમ ડોઝ પણ લીધો નથી. જો કે દિવાળી પર્વ કર્મચારી પોતાના પરિવાર સાથે આનંદથી ઉજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.