સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા.૧૯ના રોજ યોજાનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ૦૦૦ કરતા વધારે કર્મચારીઓ ફરજમાં જાડાશે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અમરેલી
એસ.ટી. વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. ડીટીઓ નથવાણીએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭ ડેપોમાંથી ૧રર
એસ.ટી.બસ ફાળવવામાં આવી છે જેમાં અમરેલીમાંથી ૩૦, સાવરકુંડલામાંથી ર૧, બગસરામાંથી ૧૮, ધારીમાંથી ૧૪, રાજુલામાંથી ૮, ઉનામાંથી ૧૮ અને કોડીનારમાંથી ૧૩ બસ ફાળવવામાં આવી છે.
એસ.ટી.બસનો કર્મચારીઓને ફરજ પર મુકવા તેમજ લેવા માટે ઉપયોગ કરવામાં આવશે. આમ, ચૂંટણીના દિવસે ૧રર
એસ.ટી.બસ ફાળવવામાં આવતા મોટાભાગના રૂટ બંધ રહેવાની શકયતા છે.