ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી-શોધીને રવાના કરવાનું અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરવાનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરેલી જિલ્લામાં એલટીવી વિઝા એટલે કે લોંગ ટાઈમ વિઝા પર પાંચ મહિલાઓ રહેતી હોવાનું સામે આવ્યા બાદ હવે જિલ્લામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, જિલ્લામાં રહેતા બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જિલ્લામાં ફેક્ટરી, હોટલ કે અન્ય દુકાનો પર જા કોઈ ગેરકાયદે રહેતો બાંગ્લાદેશી કામ કરતો હશે તો તેને પકડવામાં આવશે. જા કોઈ શંકાસ્પદ કે ગેરકાયદે રહેતો બાંગ્લાદેશી માલૂમ પડે તો પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.