અમરેલી જિલ્લાના તમામ શહેરોમાં રખડતા ઢોરને કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રખડતા ઢોર રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેસતા હોવાથી વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ પણ આકરા પાણીએ છે ત્યારે કોર્ટના આદેશ છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતું નથી. અમરેલી શહેરમાં છેલ્લા લાંબા સમયથી રેઢિયાળ ઢોરના ઠેર ઠેર અડ્ડા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે પણ પાલિકા અને તંત્રએ મૌન સેવ્યું છે ત્યારે હવે શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે સુધી ઠેર ઠેર રેઢિયાળ ઢોર દિવસભર વધુ પડતા જાહેર માર્ગો ઉપર જોવા મળી રહ્યા છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ કેટલીક વખત સર્જાય છે અને અકસ્માતનો ખતરો વધુ પડતો જોવા મળી રહ્યો છે. બગસરા, ખાંભા,અમરેલી, રાજુલા, સાવરકુંડલા, દામનગર, વડીયા, જાફરાબાદ સહિત મોટાભાગના શહેરી વિસ્તારમાં રેઢિયાળ ઢોર, આખલા સહિતનો ત્રાસ વધી રહ્યો છે. શહેરી વિસ્તારમાં નગરપાલિકાઓ દ્વારા ફરી ઢોર પકડવા માટેની ઝૂંબેશ શરૂ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે. ખાંભામાં રખડુ ખૂંટિયાઓનો ત્રાસ દિન પ્રતિદીન વધી રહ્યો છે. શહેરમાં ખૂંટિયાના ત્રાસથી રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. જેમાં ગઈકાલે એક ખૂંટિયાએ સાયકલમાં માથું ભરાવી દીધા બાદ ખૂંટિયો ભૂરાયો થતાં મેઈન બજારમાં ખૂંટિયાએ દોડાદોડી કરી હતી જેથી બજારમાં અફરાતફરીનો માહોલ જાવા મળ્યો હતો. જા કે સેવાભાવી યુવાનોએ મહામુસીબતે આખલાના ગળામાંથી સાયકલ બહાર કાઢતા રાહદારીઓ અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજુલામાં પણ ખૂંટિયાઓ વચ્ચે લડાઈ જાવા મળી હતી જેના લીધે રસ્તો સુમસામ થઈ ગયો હતો તો બગસરાના ભરચક્ક વિસ્તાર એવા હોÂસ્પટલ રોડ પર બે ખૂંટિયા વચ્ચે એક કલાક લડાઈ ચાલી હતી. બંને ખૂંટિયા જાણે એકબીજાને મારવા તૈયાર થયા હોય તેવુ લાગી રહ્યુ હતું. વેપારીઓએ ખૂંટિયાઓને છોડાવવા માટે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં પણ ખૂંટિયાની લડાઈ બંધ થઈ નહોતી જેથી આ માર્ગ પર વાહનવ્યહાર પણ થંભી ગયો હતો. આમ, જિલ્લાના અનેક શહેરોમાં રખડતા ઢોર અને ખૂંટિયાઓને કારણે આખા જિલ્લાને પશુઓએ બાનમાં લીધો હોય તેમ લાગી રહ્યુ છે.