દેશ અને રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે અને રોજબરોજ પોઝિટિવ કેસોનો આંકડો ઉંચે ને ઉંચે જઇ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લામાં કોરોનાના નહીંવત કેસો નોંધાઇ રહ્યા હતા પરંતુ જિલ્લામાં ફરી કોરોનાએ ફૂંફાડો મારતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૦ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જાવા મળી રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી જેવા કેસોનું પ્રમાણ વધ્યું છે તેની સાથે છેલ્લા ર૪ કલાકમાં બગસરામાં ૪, અમરેલીમાં ૩, લાઠીમાં ર અને સાવરકુંડલામાં કોરોનાનો ૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.