અમરેલી જિલ્લામાં કેફી પીણું પી બાઈક ચલાવતા શખ્સોને પોલીસે ઝડપી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બાબરામાં રહેતા નીતિન ઝવેરભાઈ ટાઢાણી કેફી પીણું પી બાઈક ચલાવતો હોવાથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. બાબરાનાં વાંડળીયા ગામે વલ્લભ કનુ રાઠોડ નામના આધેડ કેફી પીણું પી બાઈક ચલાવતા હોવાથી પોલીસે ઝડપી પાડ્યા હતા. સાવરકુંડલામાંથી જીતેન્દ્ર બાબુભાઈ ગેલાણી નામના શખ્સને કેફી પીણું પી બાઈક ચલાવતા ઝડપી પાડ્યો હતો. તેમજ અમરેલીમાં રહેતા અજય ભનુ સોલંકીને કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યો હતો.