અમરેલી જિલ્લામાંથી કેફી પીણું પીને ફરતાં ૪ ઈસમો ઝડપાયા હતા. ડુંગર, ખાંભા, ટોડા અને અમરેલીમાંથી આ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. મેઘા પીપળીયા ગામેથી ૩ લીટર, હીરાણા ગામેથી ૩ લીટર, લાઠીમાંથી ૩ લીટર, અમરેલીમાંથી ૮ લીટર મળી કુલ ૧૭ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ખજુરી ગામ પાસેથી વલારડીનો યુવક તથા રબારીકા ગામનો યુવક નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતાં ઝડપાયા હતા. પોલીસે દારૂના નશામાં છાટકા બની આંટાફેરા કરતા ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.









































