અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ સુધારવા માટે માજી સાંસદ વીરજીભાઈ ઠુમ્મર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમરેલીમાં ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે, દારૂ અને જુગારની બદીએ માઝા મૂકી છે. રેત માફિયાઓ અને લુખ્ખા અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગંભીર ગુનાઓમાં પોલીસની સંડોવણી હોય છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી આવા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કરવામાં આવતી નથી. કોઈ પગલા લેવામાં આવતા નથી. પોલીસ પર રાજકીય દબાણના કારણે સાચી દિશામાં તપાસ કરવામાં આવતી નથી. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે. છતાં તેના મૂળ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે. આમ દરેક તબકકે ગુનાખોરી અને દુષણ વધી રહ્યુ છે, ત્યારે અમરેલી જિલ્લાની જનતાને આ તમામ ક્ષેત્રે રક્ષણ આપી કડક હાથે કામ લેવા વીરજીભાઈ ઠુમ્મર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.