જિલ્લા કોંગ્રેસ ચેરમેન સત્યમ મકાણીએ રજૂઆત કરી
અમરેલી, તા.૨૨
અમરેલી જિલ્લાના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસોથી પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં તૈયાર થઈ ગયેલા કપાસ, મગફળી, તલ, સોયાબીનના સહિતના પાકનો સોથ વળી ગયો છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં તેઓ લાચાર બન્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવા અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન સત્યમ મકાણીએ માંગ કરી છે.