અમરેલી જિલ્લામાં ઓમિક્રોનને લઇ પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. જેમાં દરરોજ ૧ હજારથી વધુ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ૧૩૦૦ થી વધુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોએ ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી પરંતુ નિયમોનો ચૂસ્તપણે અમલ કરવામાં આવે તે જરૂરી છે.