અમરેલી જિલ્લાની જનતાને સરકારી વાહન વ્યવહારમાં એસી બસની સુવિધા મળે તે માટે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના કારોબારી સભ્ય રાજુભાઈ મિલન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે વાહન વ્યવહાર મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લા મથકે મુસાફરોને ઈલેક્ટ્રીક એસી બસની ફાળવણી કરવામાં આવે જેથી પ્રવાસીઓને મુસાફરી કરવામાં સુગમતા રહે.










































