અમરેલી જિલ્લામાં ખાણ ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા વાહન ચાલકો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળની ટીમ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ગેરકાયદે રીતે રેતી (ખનીજ)ની ચોરી કરી રહેલા ૦૭ ડમ્પર, ૦૨– ટ્રેકટર મળી કુલ ૦૯ વાહનોને ખાણ ખનીજ કાયદા હેઠળ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.








































