રાજ્યમાં કોરોનાને હારાવા તંત્ર દ્રઢ નિશ્ચય સાથે મેદાને ઉતર્યું છે. ત્યારે દરેક જિલ્લાઓમાં રસીકરણ ઝૂંબેશ પુરજાશમાં
ચાલી રહી છે. જેમાં અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ૨૮૭૭૮ લોકોને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં હર ઘર દસ્તક અભિયાન હેઠળ મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫૦ સાઈટ પર એક જ દિવસમાં ૪૦ હજાર લોકોને રસી આપવાની તૈયારી કરવામાં આવી હતી. ઉપરાંત લોકોને ઘરે જઇ વેક્સિન આપવાનુ આયોજન પણ કરાયુ હતુ. જે અન્વયે દિવસમાં ૨૮,૭૭૮ લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં ૨૯૩૮ લોકોએ રસીનો પ્રથમ અને ૨૫૮૪૦ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. સૌથી વધુ લોકોને વેકસીન અમરેલી અને સાવરકુંડલા તાલુકામા અપાઇ હતી. ૮૪ દિવસ વિતવા છતાં પણ રસીનો બીજો ડોઝ ન લેનાર લોકોના ઘરે જઈ આરોગ્ય ટીમ દ્વારા તેમનું રસીકરણ હાલ કરાઇ રહ્યું છે.