અમરેલી જિલ્લો માત્ર ખેતી આધારિત જિલ્લો હોવાથી અને બારમાસી ખેતી ન હોવાને પરિણામે રોજગારી માટે લોકો સતત સ્થળાંતર કરી રહ્યાં છે. જિલ્લામાં દરિયા કિનારો, પીપાવાવ પોર્ટ, ટુરીઝમ સહિત વિશાળ બિન ઉપજાઉ જમીન આવેલી હોવાથી ઉદ્યોગો માટે આ જમીન ઉપયોગી છે. જો અમરેલી જિલ્લામાં ઉદ્યોગો સ્થાપવામાં આવે તો યુવાનોને રોજગારીની તક ઉભી થાય તેમ છે માટે જિલ્લામાં ઉદ્યોગો સ્થાપવા માટે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરાએ રજૂઆત કરી છે.