તાજેતરમાં વિસાવદર-ભેંસાણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. વિસાવદર વિધાનસભામાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર, સુડાવડ, લુંઘીયા અને કડાયા ગામનો સમાવેશ થાય છે. સરકારી કામ માટે બગસરા તાલુકો આ ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વનો છે પરંતુ હજુ આ ગામોના મતદારો ધારાસભા અને સંસદની ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લામાં આવે છે. બગસરા તાલુકાના આ ગામડાઓ હોવાથી ભાજપના આગેવાનો દ્વારા ખાટલા બેઠક, ડોર ટુ ડોર સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. આમ છતાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ગ્રામજનોએ ભાજપને જાકારો આપ્યો છે. બગસરા તાલુકામાં સમાવેશ થયેલા અને વિસાવદર વિધાનસભામાં મતદાન કરનાર ચાર ગામડાઓમાં થયેલી મતદાનની ટકાવારી પણ નજર નાખીએ તો તમામ ગામડાઓમાં આપનું ઝાડું ફરી વળ્યું હતું. ઝાડું સામે કમળ અને પંજો બંને કચડાઈ ગયા હતા.

ગામ        આપ      ભાજપ      કોંગ્રેસ
કડાયા      ર૩૦        ૧૪ર        ૦૬
શાપર-૧    ૩૯ર       રર૮        રર
શાપર-ર    ૩૩૩       ૧૮૮        ૧ર
સુડાવડ-૧  ૧૬૯       ૧૯૬        ર૩
સુડાવડ-ર  ૧પ૮       ૧૩૯        ૧૬
લુંઘીયા-૧  ૩૩૮        ર૧પ       ૧૮
લુંઘીયા-ર  ર૪૮        ૧૯ર        ર૭