અમરેલી જિલ્લામાં આધાર કાર્ડ કેન્દ્રો પર ઉઘાડી લૂંટ ચાલતી હોવાથી અરજદારોમાં ભારે રોષની લાગણી જન્મી છે. રાષ્ટ્રીય દલિત હક્ક રક્ષક સંઘ અમરેલી તાલુકા પ્રમુખ એમ.ડી.બથવારે આ બાબતે કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, અમરેલીના આધાર કાર્ડ સેન્ટરો પર આધારકાર્ડ કઢાવવા માટે અરજદારો પાસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. કોમ્પ્યુટર ઓપરેટરની ભૂલનો ભોગ અરજદારોને બનવું પડે છે. આધારકાર્ડમાં સુધારાઓ કરવા માટે રૂ.૧૦૦ ફી લેવામાં આવે છે. સુધારો કર્યા પછી આધારકાર્ડમાં ટેકનિકલ ભૂલ હોય તો ફરીથી સુધારો કરવા માટે અરજદારો પાસેથી ફી લેવાતી હોવાથી આ બાબતે ઘટતું કરવા માંગ ઉઠવા પામી છે.