અમરેલી જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ૨૫ ડિસેમ્બરના સેવાસેતુ કાર્યક્રમો યોજી જિલ્‍લામાં વારસાઇ, વિધવા સહાય, રાશનકાર્ડ, આધારકાર્ડ વગેરેનો લાભ લોકોને આપવામાં આવશે. ૨૬ ડિસેમ્બરના ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયકલોથોન અંતર્ગત જિલ્લા આરોગ્‍યતંત્ર દ્વારા જિલ્લાના આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે સાયકલોથોનનું આયોજન કરી જિલ્‍લાના પ્રજાજનોને સાયકલ રેલીના માધ્‍યમથી સ્‍વસ્‍થ ભારત સ્‍વસ્‍થ ગુજરાતનો સંદેશો પહોંચાડાશે. ૨૭ ડિસેમ્બરના બાળ વિકાસ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા તેમના હસ્‍તકની યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભો આપવામાં આવશે તેમજ જિલ્લા આરોગ્‍યતંત્ર દ્વારા જિલ્‍લામાં વધુમાં વધુ વેકસીનેશન કરવામાં આવશે. ૨૮ ડિસેમ્બરના ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ૨૯ ડિસેમ્બરના સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્‍યાણ હસ્‍તકની વિવિધ યોજનાઓનો લાભ અને મંજૂરીપત્રોનો મહત્તમ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામા આવશે. ૩૦ ડિસેમ્બરના શ્રમ આયુકત દ્વારા જિલ્લાના મહત્તમ શ્રમિકોને નોંધણી કરવા અને
આઇ. ટી. આઇ. વિભાગ દ્વારા એપ્રેન્ટીસ યોજના અંતર્ગત વધુને વધુ લોકોને યોજનામાં સામેલ કરવા ખાસ આયોજન કરવામાં આવશે. પોલીસ વિભાગ અને આર. ટી. ઓ. દ્વારા સંયુકત રીતે આયોજન કરી મહત્તમ લાભાર્થીઓને લાભ આપવા ૩૧ ડિસેમ્બરના પંચાયત વિભાગની જનકલ્‍યાણકારી યોજનાઓના લાભો તેમને સીધા જ મળી રહે તે માટેનું આયોજન કરી તેનો લાભ જિલ્‍લાના મહત્તમ પ્રજાજનોને મળી રહે તેમ સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે.